Wednesday, May 22, 2013

હિમાલયની ૧૩,૫૦૦ ફૂટની ઉંચાઇ જ અમારું લક્ષ્ય હતું


હિમાલયની ૧૩,૫૦૦ ફૂટની ઉંચાઇ જ અમારું લક્ષ્ય હતું


- અહીં ઇલેક્ટ્રીસીટીની માથાકૂટ હોવાથી  મોબાઇલમાં ચાર્જિંગના પણ ફાંફા પડી ગયા હતા. પણ સાચવીને મોબાઇલનું ચાર્જીંગ ચલાવતા શીખી ગયા.
- બાપુનગરમાં રહેતા સાત ટિનેજર્સે ધોરણ-૧૦ની એક્ઝામ બાદ નેશનલ હિમાલયા ટ્રેકિંગ એક્સપિડીંગ કરવાનું સાહસ કર્યું અને સફળતા મેળવી.

હાલમાં ઉનાળાની ગરમી સહન થતી નથી. ત્યારે કેટલાંક લોકો ગુજરાત છોડીને હિલ સ્ટેશન કે ઠંડી જગ્યાએ ફરવા જવાનું પસંદ કરતા હોય છે. પણ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા ટીનેજર્સે કંઇક અલગ કરવાનું નક્કી કર્યું. તેઓએ ધોરણ-૧૦ની પરીક્ષા આપ્યા બાદ નેશનલ હિમાલયા ટ્રેકિંગ એક્સપિડીશન કરવાનું નક્કી કર્યું અને ૧૩,૫૦૦ ફૂટનું કપરું ચઢાણ ટ્રેકિંગ દ્વારા કર્યું.
આ અંગે અભિષેક સવાણી કહે છે કે, હુ અને મારા બીજા સાત મિત્રો નીલ શેલડીયા, નીલ સોજીત્રા, વિરાજ પટેલ, મિલન પટેલ, નિકુંજ શેલડીયા, વિકાસ પટેલ અને પ્રણવ પટેલએ ધોરણ-૧૦ની બોર્ડ એક્ઝામ બાદ નેશનલ હિમાલયા ટ્રેકિંગ એક્સપિડીશન માટે સૌરકુંડી પાસ ટ્રેકિંગ કરવાનું નક્કી કર્યું. ૩૦મી મેના રોજ અમે ઉદેપુર ગયા, ત્યાંથી દિલ્હી, મનાલી પહોંચ્યા. ત્યાં પહોંચીને અમે ટેન્ટમાં રોકાયા. જરૃરીયાતની ચીજવસ્તુઓ સાથે હતી અને અન્ય પણ મનાલીથી ખરીદી. રાત્રે કેમ્પ ફાયરની પણ મજા માણી.
જ્યારે નીલ શેલડીયા કહે છે કે, સવારે ઉઠયા ત્યારે ૯ ડિગ્રી તાપમાન હતું. બાદમાં મોર્નિંગ વોક અને પરિસ્થિતિને સમજવા ૨.૫ કિ.મી.વોક કર્યું. બાદમાં બપોરે રોક ક્લાઇમ્બીંગ માટે નીકળ્યા પણ જોરદાર વરસાદ પડતા કેન્સલ કર્યું. ૬ઠી મેના રોજ સવારે હાયર કેમ્પ માટે નીકળ્યા અને ચાલીને ૭૧૦૦ ફૂટ પહોંચ્યા. વળી અહીં ઇલેક્ટ્રીસીટી પરવડે ના હોઇ મોબાઇલમાં ચાર્જિંગના ફાંફા પડી ગયા. પણ સાચવીને મોબાઇલનું ચાર્જીંગ ચલાવતા શીખ્યા.
તો વિરાજ પટેલ કહે છે કે, પછીના દિવસે ૧૦ કિ.મી. ચાલીને ૯૦૦૦ ફૂટ ઉપર પહોંચ્યા. ખાસી મહેનત બાદ અમે બપોરે સૌરકુંડી પાસ એટલે કે ૧૩,૫૦૦ ફૂટની ઉંચાઇનું ટ્રેકિંગ કર્યું. પણ નવાઇ એ લાગતી હતી કે ત્યાં અમને ઠંડીનો અહેસાસ થતો હતો નહીં. ત્યાં પહોંચ્યાનો આનંદ પણ કંઇક અલગ હતો. નેચરને સુંદર રીતે માણ્યું. ત્યાં મજા માણીને અમે નીકળ્યા ત્યારે જંગલમાંથી પસાર થતા વરસાદ અને ઠંડી નડી. કેટલીય વાર લપસીને પડયાં હતા. સાંજે લેખ્ની પહોંચીને વૂડન હાઉસમાં રહ્યા. ત્યાંથી બીજા દિવસે મનાલી જવા નીકળ્યા અને શોપિંગ કરી બસમાં બેસી દિલ્હી પહોંચ્યા. અમદાવાદ આવીને સૌપ્રથમ ઘેર પહોંચીને સ્નાન કર્યું. કારણકે ૧૦ દિવસથી આવી ઠંડીમાં અમે કોઇ ન્હાયા ન હતા. આ ટ્રેકિંગ હંમેશા યાદ રહેશે.
GUJARAT SAMACHAR PLUS 
DATE 23-5-2013  THURSDAY


No comments:

Post a Comment