Monday, May 27, 2013

YHAI SAURKUNDI PASS TREKKING CAMP FINISH

મેં(અભિષેક સવાણી) અને મારા બીજા સાત મિત્રો (નીલ શેલડીયા), (નીલ સોજીત્રા), (વિરાજ પટેલ), (મિલન પટેલ), (નિકુંજ શેલડીયા), (વિકાસ પટેલ), (પ્રણવ પટેલ) એ ૧૦મા ની બોર્ડ ની પરિક્ષા આપ્યા બાદ ટ્રેકીંગ માં જવાનું નક્કી કર્યું. આ માટે અમે "યુથ હોસ્ટેલ્સ અસોસિએશન ઓફ ઇન્ડિયા" ના બાપુનગર યુનીટ નો સંપર્ક કર્યો. ત્યાં "મુકેશભાઈ પડશાળા" એ અમને NATIONAL HIMALAYAN TREKKING EXPEDITION ના સંદર્ભે SAURKUNDI PASS ટ્રેકીંગ માં જવા માટે બુકિંગ કરી આપ્યું.
નેશનલ ટ્રેકીંગ માં એવું હોય છે કે બેસ કેમ્પ સુધી આપણે જાતે જ જવાનું હોય. અમારો બેસ કેમ્પ ૧૫ મીલ(કુલ્લુ-મનાલી રોડ) એ હતો.માટે અમે પહેલા તો ૩૦ મેં ના રોજ સવારે ઉદૈપુર જવા નીકળ્યા. અમે ૪ વાગે ઉદૈપુર ના રેલ્વેસ્ટેશન એ પહોંચી ગયા. ત્યાંથી ૬:૩૦ એ અમે દિલ્હી જવા નીકળ્યા. દિલ્હી ૨ દિવસ દિલ્હી દર્શન કરીને ૨ મેં ના રોજ સાંજે ૫:૩૦ એ બેસ કેમ્પ પર જવા માટે મનાલી જતી બસ માં બેઠા. એ બસ 'હિમાચલ પથ પરીવહન નિગમ' ની હતી, એટલે કેવી હોય એ તમે ઈમેજીન કરી શકો છો. એમાંય મને સૌથી છેલ્લે સીટ મળી હતી , એટલે કુલ્લુ પહોંચતા જ મારા શરીર નો એક એક ભાગ કહી રહતો હતો કે 'બસ, હવે નહિ'.
પછી અમે સવારના ૯:૪૫ એ અમારા બેસ કેમ્પ પર પહોચ્યા.ત્યાં પહોન્ચીને રીપોર્ટીંગ ફોર્મેલીટીસ પતાવી અમે અમારી માટે ફાળવેલા ટેન્ટ માં ગયા.ત્યાં ટેન્ટ માં અમને અમદાવાદ ના રાહુલ ખત્રી મળી ગયા.તેઓ પણ સૌરકુંડી પાસ કરવા જ આવ્યા હતા.ખરેખર ટેન્ટ માં રહેવાની મજા જ કૈક ઔર છે હો. એ દિવસે અમે રાહુલભાઈ જોડે ત્યાંથી મનાલી જઈને અમારે જરીરિયાત ની વસ્તુઓ જે અમે લઇ જતા ભૂલી ગયા હતા તે લેવા ગયા. સાંજે પાછા આવીને અમે રાત્રે કેમ્પ ફાયર માં ભાગ લીધો. જેમાં ઘણા લોકો એ ગીત ગાયા અને કેટલાકે પોતાની અલગ રજૂઆત કરી. કેમ્પ ફાયરીંગ માં વ્યક્તિ પોતાની આગવી કુશળતા ને ખીલવે છે. કેમ્પ ફાયરીંગ નો અનુભવ મસ્ત રહ્યો. અને બીજી એક વાત કે શિસ્ત તો યુથ હોસ્ટેલ્સ જેવી શીખવાડે એવી તો કોઈ ના શીખવાડે.
પછી સવારે ૫:૩૦ ઉઠ્યા તો લગભગ ૯ ડીગ્રી ટેમ્પરેચર હતું. ટેન્ટ માંથી બહાર નીકળવાનું મન જ ના થાય એવી ઠંડી માં અમે ચા પીવા ટેન્ટ ની બહાર નીકળ્યા. ત્યાર બાદ ૬:૩૦ એ મોર્નિંગ એક્સસાઇઝ માટે ગયા. ૧ કલાક કરેલી જોરદાર એક્સસાઇઝ બાદ અમે બ્રેકફાસ્ટ માટે બેસ કેમ્પ ગયા. પછી Acclimatization માટે ૨.૫ કિલોમીટર ટ્રેક કર્યું. અને બપોરે ત્યાંથી આવીને લંચ લીધું. ટાઈમિંગ નું એકદમ પરફેક્ટ અરેન્જમેન્ટ થયેલું હતું, જેથી વધારે આનંદ આવતો હતો. પછીના દિવસે સવારે એક્સસાઇઝ બાદ Rapelling માટે ગયા. ત્યાં Rapelling કરવાની ખુબજ મજા આવી. Rapelling નો આનંદ તો ખુબ માણ્યો
પછી અમે બપોરે લંચ લીધું અને આરામ કરવા પાછા સરસ મજાના ટેન્ટમાં ગયા. ૩ વાગે અમારે "રોક ક્લાઈમ્બીંગ" માટે જવાનું હતું. પણ બપોરે જોરદાર વરસાદ પડ્યો અને અમારો "રોક ક્લાઈમ્બીંગ" નો પ્રોગ્રામ કેન્સલ થયો જેનો અમને ખુબ જ અફસોસ થયો.
આફ્ટરઓલ, તો પણ અમે ખુશ હતા કારણકે તેના પછીના દિવસે એટલે કે ૬ મેં એ અમારે હાયર કેમ્પ માટે નીકળવાનું હતું. બધાએ રક્સેક પેકિગ કરીને વધારનો સામાન બેસ કેમ્પ પર જ જમા કરાવ્યો.
અને આખરે અમારે હાયર કેમ્પ માટે જવાનો દિવસ આવી જ ગયો. બધા એ સવારે બ્રેકફાસ્ટ કરી પેક્લંચ લીધું.અને અમે સવારે ૮:૩૦ વાગે હાયર કેમ્પ માટે નીકળ્યા. એ દિવસે અમારે ૮ કિલોમીટર ચાલીને ૭૧૦૦ ફૂટ ઉપર પહોંચવાનું હતું. અને જંગલ માં ટ્રેકિંગ નો અનોખો આનંદ માણતા માણતા સાંજે ૩:૪૫ એ "યુથ હોસ્ટેલ્સ સેગલી કેમ્પ " પહોચ્યા. ત્યાં ના કેમ્પ લીડર એ વેલકમ જ્યુસ થી અમારું સ્વાગત કર્યું અને ત્યાર બાદ બેક ટુ બેક ચા અને સૂપ આપ્યા. અહિયા ઈલેક્ટ્રીસિટી પરોવાઈડેડ ના હોવાથી મોબાઈલ માં ચાર્જિંગ ના ફાફા પડી ગયા. પણ સાચવીને મોબાઈલ નું ચાર્જીંગ ચલાવતા પણ શીખ્યા. પછીના દિવસે ૧૦ કિલોમીટર ચાલી ને ૯૦૦૦ ફૂટ ઉપર "યુથ હોસ્ટેલ્સ હોરા થાચ" પહોચ્યા. ત્યાર પછી "યુથ હોસ્ટેલ્સ માઈલી થાચ" અને "યુથ હોસ્ટેલ્સ દૌરા થાચ" પહોચ્યા."યુથ હોસ્ટેલ્સ માઈલી થાચ" એ અમે બધા ગુજ્જુઓ એ દેશભર ના બીજા બધા ગ્રુપ મેમ્બેર્સ ને ગરબા નો રંગ ચખાડ્યો. આ દિવસે સૌ કોઈ ખુશ હતા કારણકે પછી ના દિવસે અમે જે માટે આવ્યા હતા તે "SAURKUNDI PASS" પહોચવાના હતા.
અને બીજા દિવસે બપોરે લગભગ બપોરે ૧૧:૩૦ વાગે અમે પહોંચી ગયા "SAURKUNDI PASS" ૧૩૫૦૦ ફૂટ ઉપર. ત્યાં પહોંચી ને સૌ કોઈ એ એકબીજા ને અભિનંદન આપ્યા. ત્યાં ૧૩૫૦૦ ફૂટ ઉપર અમને ઠંડી નો જરાય અહેસાસ પણ નતો થતો તે અજુગતી વાત છે. ત્યાં થી આગળ અમે સ્નો માં ૧ કિલોમીટર ની સ્લાઈડ નો લાભ લીધો. ત્યાર બાદ ૩-૪ નાની સ્લાઈડ ની પણ મજા લીધી.અને સાંજે ૫ વાગે અમે "યુથ હોસ્ટેલ્સ લોન્ગા થાચ" પહોચ્યા. ત્યાંથી પછી ના દિવસે સવારે "યુથ હોસ્ટેલ્સ લેખ્ની થાચ" જવા નીકળ્યા. બપોરે લંચપોઈન્ટ થી નીકળ્યા ત્યારે ધોધમાર વરસાદ ચાલુ થયો. ધ્રુજાવી દેનારી ઠંડીમાં ચાલુ વરસાદે અમે જંગલ માંથી પસાર થઈને લેખ્ની પહોચ્યા. એ રોમાંચક ટ્રેક તો હું ક્યારેય નહી ભૂલું. એ ટ્રેક માં રસ્તાઓ પાણી ના કારણે ભીના થઇ ગયા હતા તેથી કેટલાય કેટલીય વાર લપસી ને પડ્યા. મેં પણ એ ટ્રેક પર લપસીને પડવાની હેટ્રીક મેળવી. સાંજે લેખ્ની પહોંચીને વૂડન હાઉસ માં રાત રોકાઈને સવારે બેસ કેમ્પ જવા નીકળ્યા. સવારે જ ૧૧:૩૦ વાગે બેસ કેમ્પ પર પહોંચીને આરામ કર્યો. બધા એ પોતાના અનુભવો શેર કાર્ય એકબીજા સાથે. સૌએ એકબીજા ના કોન્ટેક્ટ નંબર્સ લીધા અને ફેસબુક પર પણ ગ્રુપ બનાવાનું નક્કી કર્યું. અમે બીજા દિવસે સવારે ચેક આઉટ કરીને મનાલી જવા નીકળી ગયા. ત્યાં થોડી શોપિંગ કરી સાંજે બસ માં બેસી દિલ્હી જવા નીકળ્યા. પછીના દિવસે સવારે ૯:૪૫ વાગે દિલ્હી પહીંચી ગયા. પછી મેટ્રો ટ્રેન માં બેસી ને રેલ્વે સ્ટેશન પહોચ્યા. અમારું રીસર્વેશન વેઇટિંગ લીસ્ટ માં હતું. થેંક ટુ ગોડ ત્યાં જઈને પીએનઆર સ્ટેટસ ચેક કર્યું તો અમારી બધાની સીટ્સ કન્ફોર્મ હતી. પછીના દિવસે સવારે ૬:૪૫ એ અમદાવાદ ના કાલુપુર રેલ્વે સ્ટેશન અમે ઉતર્યા. અને ત્યાં જ અમને યુથ હોસ્ટેલ્સ ના બાપુનગર યુનીટ ના હેડ "મુકેશ પડશાળા" મળી ગયા. તેમને અમારું સ્વાગત કર્યું. મેં ઘરે પહોંચીને પહેલા તો સ્નાન કર્યું. કારણકે ૧૦ દિવસ થી હું નાહ્યો જ નતો. હું એક નહિ, આખા ગ્રુપ ના સૌ કોઈ નાહ્યા જ નતા. ઘરનું ફ્રીજ ના પાણી કરતા પણ ૧૦ ગણું ઠંડું પાણી ત્યાં હતું તો નાહવા ની તો વાત જ ની કરવાની.

Thnaks to "YHAI" who give us most amazing experience of TREKKING. And also i thankful to Mr.Mukesh Padshala who suggest us to go 'SOURKUNDI PASS'.


FOR MORE DETAILS ABHISHEK SAVANI 9173959585
No comments:

Post a Comment