Saturday, May 10, 2014

હિમાલય એડવેન્ચર નેચર સ્ટડી કેમ્પ

ગુજરાતમાં વિવિધ મોસમ ચાલી રહી છે. કોઈ ચુંટણીમાં, કોઈ રામાયણ કે ભાગવત સપ્તાહમાં, કોઈ IPL તો વળી કેટલાક ગુજરાતી પ્રવાસ પર્યટનમાં મશગૂલ છે. આ બધાથી અલગ જ તે પણ મોટી સંખ્યામાં દેશભરમાં યોજાતા વિવિધ ટ્રેકિંગ કાર્યક્રમમાં નીકળી ગયા છે. કહેવાય છે કે ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે... જીવનમાં  વાર ટ્રેકિંગમાં જવું જ જોઈએ તેવું હરેક વ્યક્તિ દઢ પણે માને છે. ટ્રેકિંગ ની વાત નીકળે એટલે યુથ હોસ્ટેલની વાત પહેલા થાય. અમદાવાદમાં બાપુનગર યુનિટ છેલ્લા 25 વર્ષથી અવિરત પણે સતત એકધારું અટક્યા વગર ટ્રેકિંગ અને પર્યાવરણ પ્રત્યે સજાગ છે. સમર વેકેશન તે પણ આવી કાળઝાળ ગરમી માં હિમાલયની યાદ ના આવે તેવું કદી બને જ નહિ. પ્રકૃતિના ભોમિયાને હિમાલય સાદ કરીને બોલાવે છે. આ સમરમાં યુથ હોસ્ટેલ દ્વારા ખુબજ નજીવી ફીમાં યોજાયેલ વિવિધ હિમાલય એડવેન્ચર ટ્રેકિંગ કેમ્પમાં અસંખ્ય લોકો ગયા છે અને જઈ રહ્યા છે. 25 એપ્રિલ થી 8 જુન દરમ્યાન 10 થી 15 વર્ષના વિદ્યાર્થીઓ માટે નેચર સ્ટડી કેમ્પ 8 દિવસ માટે મનાલી ખાતે અને 6 દિવસ માટે ડેલ હાઉસી ખાતે, 15 વર્ષથી મોટા સાહસિક માટે કુલુ મનાલી ખાતે 12500 ફૂટની હાઇટ ચન્દ્રખાની પાસ તથા 13800 ફૂટની હાઇટ સારપાસ હિમાલય એડવેન્ચર ટ્રેકિંગ કેમ્પ તેમજ માઉન્ટ બાઈકિંગનું આયોજન થયેલ છે. મનાલી ખાતે 5 દિવસીય ફેમીલી કેમ્પનું પણ આયોજન કરેલ છે.  બાપુનગર યુનિટ દ્વારા 29 એપ્રિલ થી 6 મે દરમ્યાન યુથ હોસ્ટેલ નેશનલ ઓફીસ દ્વારા મનાલી ખાતે યોજાયેલ નેચર સ્ટડી કેમ્પમાં 10 થી 15 વર્ષના ધોરણ 5 થી 10 ના 18 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ દેશભરમાંથી 50 થી 60 વિદ્યાર્થીઓ દરેક બેચમાં ભાગ લેતા હોય છે. આ ગ્રુપે  ટ્રેકિંગ દરમ્યાનના રોમાંન્ચિક ફોટા શૂટ કર્યા છે વોટ્સ એપ ના કારણે આપણને જોવાનો લાભ મળ્યો છે. કેમ્પ દરમ્યાન કેમ્પીંગ, રોક્લાઈમ્બીંગ, રીવર ક્રોસિંગ તેમજ ટ્રેકિંગ ની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. તેમાં સૌ કોઈ ભાગ  છે દોડે છે પડે છે પાછો ઉભો થઇ દોડવા લાગે છે... પ્રકૃતિ પ્રેમી કપલ રીના અને શિવમ દુધાત આ ગ્રુપના એસ્કોર્ટ છે રીના ઉનામાં માધ્યમિક શાળાના ટીચર છે જયારે શિવમ બેંકમાં સર્વિસ કરે છે. તેમનો 13 વર્ષનો  પુત્ર છે તે પણ આ કેમ્પમાં જોડાયો છે. આ ગ્રુપ  ઉદેપુર સુધી બાય રોડ થઇ ત્યાંથી રેલ્વે દ્વારા દિલ્હી પહોંચી સાંજની બસ દ્વારા બીજે દિવસે સવારે કુલુ - મનાલી હાઇવે પર 14 કિમી ડોભી બેઇઝ કેમ્પ પહોંચ્યા ડોભીની હાઇટ 4500 ફૂટ છે પ્રોગ્રામના સીડીયુલમાં પ્રથમ દિવસ આરામ નો હોય છે. બીજા દિવસે રોક્લાઈમ્બીંગ, રીવર ક્રોસિંગ કરીને કેમ્પ પર આરામ ફરમાવ્યો. ત્રીજા દિવસે  બસ દ્વારા કત્રેન લઇ ગયા ત્યાંથી 7 કિમી ટ્રેકિંગ કરી 6000 ફૂટની હાઇટ પર આવેલ ખરોગી કેમ્પ પહોંચ્યા રાત્રી રોકાણ બાદ ચોથા દિવસે 6 કિમી ટ્રેકિંગ કરી 8200 ફૂટની હાઇટ પર આવેલ નયા ટાપરું  કેમ્પ પહોંચ્યા પાંચમાં દિવસે 6 કિમી ટ્રેકિંગ કરી 10000 ફૂટની હાઇટ પર આવેલ ચન્દ્રખાની બેઇઝ પહોંચ્યા ત્યાંથી નયા ટાપરું  કેમ્પ પરત ફર્યા હાશ !!! થાકી ગયા  પગની તો કઢી થઇ ગઈ પણ આવી મજા ચારેય બાજુ બસ બરફ જ બરફ  મજા પડી ગઈ બરફમાં રમવાની ગોળા બનાવવાની એક બીજા પર ફેકવાની બરફમાં લસર પટ્ટી ખાવાની મજા માટે શબ્દો નથી છઠા દિવસે 14 કિમી ટ્રેકિંગ કરી 6000 ફૂટની હાઇટ પર આવેલ નથાન શેરી કેમ્પ પહોંચ્યા સાતમે દિવસે હતા ત્યાને ત્યાં ડોભી પાછા આવી ગયા રાત્રે વેલીડીક્તરી ફંકશનમાં યુથ હોસ્ટેલ તરફથી સર્ટીફીકેટ આપવામાં આવ્યા જિંદગીના બેસ્ટ 8 દિવસનું સંભારણું મળ્યું 

Akbari Pruthvi, Akbari Yash, Akbari Parthiv , Sanghani Jenish, Suhagiya Moksha, Baldha Miraj, Baldha Jaydip, Moradiya Deep, Moradiya Om, Kachhadiya Pranay, Kachhadiya Mansi, Kachhadiya Jenish, Sanghani Panem, Nada Nirali, Suhagiya Juhil, Korat Abhay, Dudhat Kushal, Moradiya ManNo comments:

Post a Comment