Saturday, January 10, 2015

ઉત્તરાયણ માં પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા માટે 12 જાન્યુઆરી ના રોજ યુથ હોસ્ટેલ સેવ બર્ડ સાયકલ રેલી કાઢશે।....

ઉત્તરાયણ માં પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા માટે 12 જાન્યુઆરી ના રોજ યુથ હોસ્ટેલ સેવ બર્ડ સાયકલ રેલી કાઢશે।....


પેડલ ફોર સેવ બર્ડ્સ સાયકલ રેલી 10 જાન્યુઆરીએ યોજાવવાની હતી પરંતુ આજ દિવસે એકાએક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ ખાતે આગમનના કારણે અમદાવાદ શહેર પોલીસ ની વિનંતીને ધ્યાનમાં લઇ આ રેલી ને તબદીલ કરી ને 12 જાન્યુઆરી ના રોજ રાબેતા મુજબ યોજવામાં આવી છે...

ઉત્તરાયણમાં લોકોની પતંગ ચગાવવાની મોજ મસ્તી આકાશમાં વિહરતા પક્ષીઓ માટે ઘણી જ ખતરારૂપ બની જાય છે. કાચ પાયેલી ધારદાર, ચાઈનીજ  કે નાયલોન દોરીનો ભોગ બનેલા અનેક પક્ષીઓ મોતને ઘાટ  ઉતરતા હોય છે. ખાસ કરીને સવારમાં માળામાંથી બહાર નીકળતા તેમજ સાંજે પરત ફરતા પક્ષીઓ આ સમયે દોરીનો શિકાર વધુ બનતા હોય છે. ઉત્તરાયણ ના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદીઓ ખુબજ ઉત્સાહી છે. પતંગ રસિયાઓ સ્વંય આ દોરીનો ઉપયોગ તેમજ પક્ષીઓના વિહરવાના સમયે પતંગ ચગાવવાનું ટાળે  તે ઉદ્દેશ્યથી છેલ્લા 4 વર્ષની માફક આ વર્ષે પણ યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા બાપુનગર દ્વારા યુવા અનસ્ટોપેબલ ના સહયોગ થી 12 જાન્યુઆરી 2015 સોમવારના રોજ બપોરે 1 થી 4 દરમ્યાન " પેડલ ફોર સેવ બર્ડસ " સાયકલ  રેલીનું આયોજન કરેલ છે. આ રેલીને શ્રી રાજદિપસિંહ ઝાલા, એસીપી અમદાવાદ ટ્રાફિક પોલીસ તેમજ શ્રી અશ્વિનભાઈ પેથાણી, કોર્પોરેટર એએમસી બાપુનગર લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે। આ રેલીમાં ધોરણ 7 થી 10 ના અંદાજે 500 વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. આ રેલી બાપુનગર અમદાવાદ ખાતે આવેલ ખોડીયાર મંદિર વાડી, શ્રીજી વિદ્યાલય સામે, બાપુનગર થી નીકળી કૃષ્ણનગર - નરોડા - નિકોલ - ઓઢવ -વિરાટનગર થઇ બાપુનગર પરત આવશે। આ રેલી નું અંતર આશરે 12 થી 13 કિલોમીટર રહેશે। રેલીની આગળ આગળ વરાછા બેંક ના સૌજન્ય થી ડીજે ની વાન રહેશે જેમાં યુવાનોને મોટીવેશન કરે તેવા ગીતો વાગશે। ગયા વર્ષે આ રેલીમાં 20 થી વધુ શાળાના 550 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રેલીમાં ગુજરાતના ખ્યાતનામ પોપ સિંગર અને ભલા મોરી રામા  ફેઈમ શ્રી અરવિંદ વેગડા સાયકલ  ચલાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે। આ મહત્વની ઇવેન્ટમાં જોડાયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે આ રેલી ને નિહાળવા મોટી સંખ્યામાં લોકો રોડ અને રસ્તા પર આવે. આ મેગા ઇવેન્ટ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ફરી લગભગ સાંજે 4 કલાકે રેલીના પ્રારંભ પોઇન્ટે પરત ફરશે। ત્યારબાદ રેલીમાં ભાગ લેનાર દરેકને બેસાડીને શિવ હસ્તકલા & સિરામિક તથા નીતિન આર્ટ  & સાઇન તરફથી નાસ્તો આપવામાં આવશે તેમજ ઉત્તરાયણ નિમિત્તે પક્ષી બચાવવા માટે સદાય તત્પર રહીશું તેને લઇ દરેક વિદ્યાર્થી પાસે પ્રતિજ્ઞા લેવડાવીશું। યુથ હોસ્ટેલ તરફ થી સર્ટીફીકેટ, ઈશ્રે તરફથી કેપ, શ્યોર પાઉડર & દીપક ફર્ટિલાઈઝર તરફથી બોલપેન તેમજ વિવિધ સંસ્થાઓ જય ગુરુદેવ ડીઝીટલ વર્લ્ડ, ગણેશ ગ્રાફિક & સાઈન, સરદાર ટીવી, શ્યામ કુટીર, દીપક સ્કુલ, ગણેશ સાયકલ તરફથી રેલી દરમ્યાન રૂટ પર 4 થી 5 સ્પોટ પર નાસ્તો આપવામાં આવશે। આ રેલીને એસ્કોર્ટ કરનાર દરેક યન્ગેસ્ટર ને ધ ઝીમ વર્લ્ડ તરફથી ટીશર્ટ આપવામાં આવશે। આ તકે ગુજરાત સમાચાર ને કેમ ભૂલાય। આ ઉપરાંત એન કેન પ્રકારે સહયોગ આપનાર તમામને લાખ લાખ અભિનંદન। .... મુકેશ પડસાળા, સેક્રેટરી યુથ હોસ્ટેલ અમદાવાદ 

No comments:

Post a Comment