Tuesday, January 13, 2015

" Paddle for Save Birds" A Cycle Rally org. by YHAI

ઉત્તરાયણ માં પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા માટે  
12 જાન્યુઆરી 2015 ના રોજ યુથ હોસ્ટેલ સેવ બર્ડ સાયકલ રેલી કાઢવામાં આવી હતી. 
પેડલ ફોર સેવ બર્ડ્સ સાયકલ રેલી 10 જાન્યુઆરીએ યોજાવવાની હતી પરંતુ આજ દિવસે એકાએક દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ ખાતે આગમનના કારણે અમદાવાદ શહેર પોલીસ ની વિનંતીને ધ્યાનમાં લઇ આ રેલી ને તબદીલ કરી ને 12 જાન્યુઆરી ના રોજ રાબેતા મુજબ યોજવામાં આવી હતી.
ઉત્તરાયણમાં લોકોની પતંગ ચગાવવાની મોજ મસ્તી આકાશમાં વિહરતા પક્ષીઓ માટે ઘણી જ ખતરારૂપ બને છે. કાચ પાયેલી ધારદાર, ચાઈનીજ  કે નાયલોન દોરીનો ભોગ બનેલા અનેક પક્ષીઓ મોતને ઘાટ ઉતરતા હોય છે. ખાસ કરીને સવારમાં માળામાંથી બહાર નીકળતા તેમજ સાંજે પરત ફરતા પક્ષીઓ આ સમયે દોરીનો શિકાર વધુ બનતા હોય છે. ઉત્તરાયણ ના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદીઓ ખુબજ ઉત્સાહી છે. પતંગ રસિયાઓ સ્વંય આ દોરીનો ઉપયોગ તેમજ ખાસ કરીને પક્ષીઓના વિહરવાના સમયે પતંગ ચગાવવાનું ટાળે તે ઉદ્દેશ્યથી છેલ્લા 4 વર્ષની માફક આ વર્ષે પણ યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા બાપુનગર દ્વારા યુવા અનસ્ટોપેબલ ના સહયોગ થી 12 જાન્યુઆરી 2015 સોમવારના રોજ બપોરે 1 થી 4 દરમ્યાન " પેડલ ફોર સેવ બર્ડસ " સાયકલ  રેલીનું આયોજન કરેલ. રેલીમાં ભાગ લેનાર દરેકને ઈશ્રે સંસ્થા તરફથી સ્પોર્ટ કેપ તેમજ એસ્કોર્ટ ને ધ ઝીમ વર્લ્ડ તરફથી ટી શર્ટ આપવામાં આવી હતી. આ રેલીને બપોરે 1.30 કલાકે શ્રી રાજદિપસિંહ ઝાલા, એસીપી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવેલ। આ રેલીમાં ધોરણ 7 થી 10 ના 480 વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપુર્વક ભાગ લીધો. આ રેલી બાપુનગર અમદાવાદ ખાતે આવેલ ખોડીયાર મંદિર વાડી, શ્રીજી વિદ્યાલય સામે, બાપુનગર થી નીકળી રામજી મંદિર - હાઇવે - સરદાર ચોક કૃષ્ણનગર - સીતારામ ચોક - શ્યામ વાટિકા નરોડા - શુકન ચોકડી - કુંજ મોલ - દીપક સ્કુલ - ખોડીયાર મંદિર નિકોલ - જીવન વાડી - મંગલ પાંડે હોલ વિરાટનગર - નેશનલ હાઇવે - ખોડીયારનગર - બાપુનગર ચાર રસ્તા - પટેલ વાડી થઇ પ્રસ્થાન સ્થળે બપોરે 4.15 કલાકે આશરે 12 થી 13 કિલોમીટરનું અંતર કાપી પરત આવી હતી.  રેલીની આગળ આગળ વરાછા બેંક ના સૌજન્ય થી ડીજે ની વાન રાખવામાં આવી હતી. રેલી ની આગળ પાછળ એક એક એમ્બુલન્સ રાખવામાં આવી હતી. રેલી ના રૂટ દરમ્યાન રસ્તામાં વિદ્યાર્થીઓને નેશનલ હાઇવે પર જય ગુરુદેવ ડીઝીટલ વર્લ્ડ તરફ થી આઈસક્રીમ પેંડો, સરદાર ચોક શ્રી ગણેશ સાઈન અને સરદાર ટીવી તરફ થી ચીકી તેમજ શ્યોર પાઉડર તરફથી બોલપેન, શ્યામ વાટિકા ગણેશ સાયકલ તરફ થી બિસ્કીટ તથા પાણીના પાઉચ, રાજધાની બંગલો દીપક ફર્ટીલાઈઝર તરફ થી બોલપેન, દીપક સ્કુલ તરફથી બિસ્કીટ તથા છેલ્લે વિરાટનગર ગણેશ સાયકલ તરફથી  ફ્રુટઅપ આપવામાં આવ્યું હતું. ગયા વર્ષે આ રેલીમાં 20 થી વધુ શાળાના 550 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રેલીમાં ગુજરાતના ખ્યાતનામ પોપ સિંગર અને ભલા મોરી રામા  ફેઈમ શ્રી અરવિંદ વેગડા સાયકલ ચલાવી તેમજ રસ્તામાં પોતાની આગવી છટામાં ગીતો ગવડાવી વિદ્યાર્થીઓને ઉત્સાહ માં લાવી દીધા હતા. આ મહત્વની ઇવેન્ટમાં જોડાયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે આ રેલી ને નિહાળવા મોટી સંખ્યામાં લોકો રોડ અને રસ્તા પર દોડી આવ્યા હતા.છેલ્લે દરેકને વિદ્યાર્થીને બેસાડીને શિવ હસ્તકલા & સિરામિક તથા નીતિન આર્ટ & સાઇન તરફથી ફાફડી અને જલેબી નો નાસ્તો આપવામાં આવ્યો હતો. યુથ હોસ્ટેલ બાપુનગર તરફ થી આ રેલીની સહભાગી સંસ્થા યુવા અનસ્ટોપેબલ જલ્પીન ભીમાણી તેમજ જીવ દયા કલ્પેશ દેવાણી તેમજ કીર્તન શાહ તથા સહયોગી સંસ્થાઓને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ નિમિત્તે પક્ષી બચાવવા માટે સદાય તત્પર રહીશું તેમજ પક્ષીઓના વિહરવાના સમયે પતંગ ચગાવવાનું ટાળીશું તેને લઇ દરેક વિદ્યાર્થી પાસે પ્રતિજ્ઞા ગુજરાત સરકાર દ્વારા જેમને ચકલીમેનનું બિરુદ મળ્યું છે તેવા શ્રી જગત કીન્ખાબવાલા એ પ્રતિજ્ઞા લેવડાવી હતી.     યુથ હોસ્ટેલ તરફ થી સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું. આ રેલીને અદભૂત સફળતા અપાવવાના તમામ યશભાગી ને લાખ લાખ અભિનંદન। .... મુકેશ પડસાળા, સેક્રેટરી યુથ હોસ્ટેલ અમદાવાદ બાપુનગર 9374639777
No comments:

Post a Comment