Saturday, August 15, 2015

" સાયક્લિંગ ફોર ગ્રીન અમદાવાદ" on 15th August 2015

" સાયક્લિંગ ફોર ગ્રીન અમદાવાદ"

યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા અમદાવાદ બાપુનગર પ્રેરીત ચલો ચલે...પ્રકૃતિ કી ઓર ગ્રુપ દ્વારા આજ આઝાદી દિન15મી ઓગસ્ટ 2015 શનિવાર ના રોજ હરદાસબાપુ ટુ ગાંધીબાપુ- બાપુનગર થી ઈન્કમ ટેક્ષ સુધી " સાયક્લિંગ ફોર ગ્રીન અમદાવાદ" અંતર્ગત અમદાવાદના સાયક્લિસ્ટો માટે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને આજે સવારે 6.15 કલાકે રૂલ ઓફ લો સોસાયટી અમદાવાદ ના અધ્યક્ષ શ્રી ચંદ્રવદન ધ્રુવ તેમજ ગુજરાતના મહામંત્રી ડો સુરેન્દ્રસિંહ ગૌતમ દ્વારા ફ્લેગ ઓફ આપીને રવાના કરેલ. આ રેલી સરસપુર કાલુપુર પ્રેમ દરવાજા દરિયાપુર શાહપુર ગાંધી બ્રિજ થઈ 6.50 કલાકે ઈન્કમ ટેક્ષ શિસ્તબદ્ધ રીતે વિના વિઘ્ને પહોંચી હતી. ત્યાર બાદ ગાંધીજીની પ્રતિમા સમક્ષ સમુહમાં રાષ્ટ્રગીતનું ગાન રીઝર્વ બેંક કર્મચારી યુનિયનના સેક્રેટરી શ્રી નરેશ મુલાણી તથા શ્રી જગદીશ પાટીલે ગવડાવ્યું. તાજેતરમાં ગુરુવારે સાયકલ ઉદ્યોગના જનક અને હિરો સાયકલ કંપનીના સ્થાપક ચેરમેન ઓમ પ્રકાશ મુંજાલના નિધન પર બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિરો સાયકલ કંપની ગુજરાતના સેલ્સ મેનેજર શ્રી સક્સેના ખાસ હાજર રહ્યા હતા. રેલી ત્યાર બાદ રીવર ફ્રન્ટ પહોંચી પછી નાસ્તો કર્યો અને ત્યાં "ભાઈ ભાઈ" ફેઈમ અને ગુજરાતના પોપ સિંગર શ્રી અરવિંદ વેગડા એ દેશી રોક સોંગ ગવડાવી સૌ સાઇકલીસ્ટો ને મોજમાં લાવી દીધા અંતે સાયકલ ચલાવીને થાક્યા સૌ ભૂખ્યા થયા ને તૂટી પડ્યા બટાટા પૌઆ પર. નાસ્તો કર્યા બાદ હાઇકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિ તથા રૂલ ઓફ લો સોસાયટી ગુજરાતના અધ્યક્ષ શ્રી આર. ડી. વ્યાસ સાહેબ, શ્રી ચંદ્રવદન ધ્રુવ તેમજ શ્રી અરવિંદ વેગડાના હસ્તે સાઇકલીસ્ટો ને સેલ્ફી સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આવ્યા હતા તેજ રૂટે રેલી શિસ્તબદ્ધ રીતે 9 કલાકે બાપુનગર પહોંચી ગઈ હતી. આ રેલીને સફળ બનાવવામાં જેમનો શ્રેય છે તેવા શ્રી ગણેશ સાયકલ, શ્રી શારદા ઝેરોક્ષ, શ્રી ગણેશ સાઈન, મહેમાનશ્રી, ફોટોગ્રાફર મિત્રો શ્રી અરુણ બોરડ, શ્રી વિક્રમ પટેલ તેમજ સાઇકલીસ્ટો નો યુથ હોસ્ટેલના સેક્રેટરી મુકેશ પડસાળા તથા ઇવેન્ટના કો-ઓર્ડીનેટર મુકેશ પાટીલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કરે છે.
Youth Hostels Association of India, Ahmedabad Bapunagar Chale Chalo...Prakruti ki or inspired by the nature of the Key Or Group independence day on Saturday 15th August 2015 Income Tax from Bapunagar haradasabapu to gandhibapu the "Ahmedabad green for cycling" within the city, a bicycle rally was held sayaklisto said. The rally today at 6.15 am the Rule of Law Society of Ahmedabad, Gujarat President Shri Chandravadan Dhruv and flag of giving consigned by Dr. Surendrasinh Gautam . The rally Saraspur Kalupur Dariapur Shahpur Gate Bridge Gandhi at 6.50 pm and reached the Income Tax disciplined way, without obstacles. Then the group anthem sung before the statue of Mahatma Gandhi, Reserve Bank Employees Union Secretary, Mr. Naresh Mulani and Mr. Jagdish Patil On Thursday, the father of the bicycle industry and the Hero Cycle company's founder, chairman Om Prakash Munjal Hero Cycle death was followed two minutes silence. Hero Bicycle Company on the occasion of Gujarat Sales Manager Mr. Saxena were present. River Front to rally after breakfast, then and there, "Bhai bhai" Fame and pop singer of Gujarat Shri Arvind vegada indigenous rock song and Cyclists have loaded all of the hungry in the collapse at the cycling tire on potatoes pauha. After breakfast, a retired High Court Justice and the President Rule of Law Society of Gujarat Shri R. D. Vyas, Mr. Chandravadan Dhruv and held by Mr. Arvind vegada Cyclists selfy certificates were awarded. 9 am the same route had been disciplined rally reached Bapunagar. Who is credited with the rally whose successful bicycle rally Shri Ganesh Cycle, Shri Sharda Xerox, Shri Ganesh sign, Guests, photographer friends Mr. Arun Borad, Mr. Vikram Patel and Cyclists Mukesh padasala secretary of the Youth Hostel and co-ordinator of the event Mukesh Patil expressed thier thanks is.
No comments:

Post a Comment