Monday, September 14, 2015

" Free Ride Bicycle to Promote Eco Friendly Ganeshji"

 " ફ્રી બાઈસીકલ રાઈડ ટુ પ્રોમોટ ઇકો ફ્રેન્ડલી ગણેશજી" 

યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા અમદાવાદ બાપુનગર પ્રેરીત ચલો ચલે...પ્રકૃતિ કી ઓર ગ્રુપ દ્વારા અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસીએશન ના સહયોગથી 13 સપ્ટેમ્બર 2015 ને રવિવાર ના રોજ બાપુનગર અમદાવાદ થી ધ સેરેનીટી લાઈબ્રેરી કોટેશ્વર સુધી " ફ્રી બાઈસીકલ રાઈડ ટુ પ્રોમોટ ઇકો ફ્રેન્ડલી ગણેશજી" અંતર્ગત અમદાવાદના સાયક્લિસ્ટો માટે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલીમાં શહેરના 45 સાઇકલીસ્ટો એ ભાગ લીધો હતો. બે  બહેનોએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો. દરેક સાયક્લિસ્ટો ને અમદાવાદ સાર્વજનિક ગણેશ મહોત્સવ એસોસીએશન તરફથી ગુલાબનું ફૂલ આપીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી દરેક સાયકલ ની આગળ " પ્રકૃતિ અને પર્યાવરણનું સન્માન એજ ગણેશ ઉત્સવની આગવી શાન " સ્લોગન સાથેના ડેન્ગલર લગાવવામાં આવ્યા હતા. રેલીને સવારે 6.15 કલાકે ગુજરાત રાજ્યના સીનીયર ડીવીઝન કમાન્ડર શ્રી બ્રિજરાજસિંહ ગોહિલ તેમજ ગુજરાતના ભાઈ ભાઈ ફેઈમ ગુજરાતના જાણીતા પોપ સિંગર શ્રી  અરવિંદ વેગડા દ્વારા વિજયપાર્ક નેશનલ હાઇવે થી ફ્લેગ ઓફ આપીને રવાના કરેલ. આ રેલી કૃષ્ણનગર, નરોડા, કોતરપુર, હાંસોલ, ઇન્દિરા બ્રીજ થઈ 6.55 કલાકે ધ સેરેનીટી લાઈબ્રેરી 13 કિલોમીટરનું અંતર કાપી શિસ્તબદ્ધ રીતે વિના વિઘ્ને પહોંચી હતી. ત્યાં પહોંચી ને 10 મીનીટની પર્યાવરણ વિષે વાત કરીને નેચરાલીસ્ટ હસીબ શેખ સૌને 3 કિમીના શોર્ટ ટ્રેક કરાવીને લેક પર બર્ડ વોચીંગ માટે લઇ ગયા હતા. ત્યાં સૌએ લગભગ વીસેક જેટલા વિવિધ જાતના પક્ષીઓ ઓળખ સાથે જોયા હતા. ત્યાર બાદ 900 થી વધુ વૃક્ષો વૈજ્ઞાનિક તેમજ પ્રાદેશિક ભાષામાં ઓળખ કરી. નાસ્તો કર્યા બાદ વાઇલ્ડ લાઇફ પર એક સુંદર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિહાળી। શ્રી અશોકભાઈ અને શ્રી હસીબ શેખ ના હસ્તે સાઇકલીસ્ટો ને સેલ્ફી સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. આવ્યા હતા તેજ રૂટે રેલી શિસ્તબદ્ધ રીતે 12 કલાકે બાપુનગર પહોંચી ગઈ હતી. આ રેલીને સફળ બનાવવામાં જેમનો શ્રેય છે તેવા શ્રી ગણેશ સાયકલ, શહેરના ચુનંદા ફોટોગ્રાફર મિત્રો રમાકાંત, મેહુલ, મીનેશ, તેમજ સાઇકલીસ્ટોનો યુથ હોસ્ટેલના સેક્રેટરી મુકેશ પડસાળા તથા ઇવેન્ટના કો-ઓર્ડીનેટર મેહુલ પટેલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કરે છે

Youth Hostels Association of India, Ahmedabad Bapunagar Chale Chalo ...Prakruti ki or... inspired by the nature of the Key Ore Group in collaboration with the Association of Ahmedabad public Ganesh Festival on Sunday 13 September 2015 Bapunagar The sereniti Library from Ahmedabad to Koteshwar "free bicycle ride to promoting eco-friendly Ganesha" Ahmedabad under sayaklisto a bicycle rally was held. The bicycle rally was attended by the city's 45 saikalisto. Two sisters also took part in the rally. Ahmedabad to each sayaklisto public Ganesh Festival Association was sent from the rose flower giving greeting each bicycle in front of the "nature and the environment in the same respectful demeanor prominently Ganesh festival" slogan was inlaid with a dengalara. Rally at 6.15 am brijarajasinha Gohil, Gujarat Senior Division Commander Brother of Fame as well as the state of Gujarat, a well-known pop singer vijayaparka National Highway by Mr. Arvind vegada consigned from the flag of giving. The rally krsnanagara, Naroda, kotarapura, Hansol, Indira Bridge to be cut to 6.55 pm The sereniti Library 13 kilometers was reached with disciplined way, without obstacles. Naturalist to speak up about 10 minutes to reach the environment hasiba 3 km Short track by Sheikh everyone took for Bird Watching on the Lake. There are a variety of birds in the midst of almost viseka watched with identity. Since then more than 900 trees have scientific as well as the regional language and identity. After breakfast, an amazing documentary film on wildlife viewing. Mr. asokabhai and Mr. hasiba the hands of Sheikh saikalisto Selfi and certificates were awarded. The same route had been disciplined rally reached Bapunagar 12 hours. Shri Ganesha, who is credited with creating the big success of the rally cycling, the city's elite friends Ramakant photographer, Mehul, minesa, escort friends and saikalistono Youth Hostel padasala secretary Mukesh and Mehul Patel in the event's co-ordinator thanked the inner details

No comments:

Post a Comment