Monday, January 2, 2017

સમર ટ્રેકિંગ કેમ્પ : યુથ હોસ્ટેલ આયોજિત વિદ્યાર્થીઓ માટે માઉન્ટ આબુ તેમજ મનાલી

યુથ હોસ્ટેલ આયોજિત વિદ્યાર્થીઓ માટે માઉન્ટ આબુ તેમજ મનાલી ખાતે નેચર સ્ટડી કમ ટ્રેકિંગ કેમ્પ

ટ્રેકિંગ ને કારણે આજના  વિદ્યાર્થીઓમાં શિસ્ત અને સંયમ જેવા ગુણોનો આવિર્ભાવ થાય છે કે જેનાથી આજે તેઓ મહંદ અંશે વંચિત રહ્યા છે. સાહસિક વૃતિ ખીલવવા માટે ટ્રેકિંગ ઘણીજ સારી પ્રવૃત્તિ છે. રજાઓ દરમિયાન ટીવી, મોબાઈલ અને ઈન્ટરનેટ ના દૂષણોથી દૂર રાખવા માટે કુદરતને ખોળે વિદ્યાર્થીઓને મોકલવા એ સારી વાત છે. આધુનિક ભણતરનો બોજ અને કોન્ક્રીટના જંગલોથી દુર રહેવા ઉનાળા કે દિવાળીની રજાઓ દરમિયાન ફેમીલી કે ફ્રેન્ડ સર્કલ સાથે વિદ્યાર્થીઓ કુદરતી નૈસર્ગિક વાતાવરણ પામવા ટ્રેકિંગ કેમ્પીન્ગને લોકોએ એક સારો પર્યાય બનાવી દીધો છે. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓમાં રહેલી કેટલીક વિશેષ આંતરિક શક્તિઓ ખીલે છે ને મિત્રો સાથે હોવાથી શેરીંગ - કેરીંગ ની ભાવના વધુ પ્રબળ બને છે. વેધર ચેન્જ, ખાવા પીવામાં પડતી મુશ્કેલીઓ, વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓ વગેરેને કારણે હળીમળીને રહેવાની પ્રેરણામાં પણ વધારો થાય છે. વિવિધ કેમ્પમાં અનુકૂળતા એ કરાવાતી સાહસિક અને રમત ગમતની પ્રવૃતિઓ જેવી કે રોક ક્લાઈમિંગ , રેપલીંગ, રીવર ક્રોસિંગ, બર્મા બ્રીજ, બામ્બુ બ્રીજ, હોર્સ રાઈડીંગ, નાઈટ ટ્રેક, બર્ડ વોચીંગ, કમાન્ડો નેટ, જંગલ ટ્રેક, કેમ્પ ફાયર વગેરેને કારણે વિદ્યાર્થીઓને પોતાની અંદર રહેલી સુષુપ્ત અલભ્ય શક્તિનો ખ્યાલ આવતા જ તેઓમાં આત્મ વિશ્વાસ વધે છે. આ દરેક પ્રવૃતિઓ એવી હોય છે કે ક્યારેય પણ જીવનમાં સંકટ સમયે ઉપયોગી બનતી હોય છે. આ ઉપરાંત  શહેરના ફાસ્ટ ફૂડ અને જંક ફૂડથી દૂર રહીને બાળકોને પારંપારિક શુદ્ધ, આરોગ્યપ્રદ આહાર આરોગવાની તક મળે છે. કેમ્પના એક મોટા ફાયદા તરીકે બાળકો એકબીજાની સાથે વૈચારિક આપ-લે  અને જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિઓનું આદાન - પ્રદાન કરે છે જેથી તેઓમાં સમભાવના પણ જાગતી હોય છે.
યુથ હોસ્ટેલ આયોજિત નેશનલ તેમજ સ્ટેટ લેવલના વિદ્યાર્થીઓ માટે ના  નેચર સ્ટડી કમ ટ્રેકિંગ કેમ્પમાં છેલ્લા 25 વર્ષથી અમદાવાદ ના વિવિધ વિસ્તારમાંથી અસંખ્ય વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે.  આગામી સમર વેકેશન દરમ્યાન 27 એપ્રિલ થી 1 મે દરમ્યાન માઉન્ટ આબુ તેમજ 7 મે થી 18 જુન દરમ્યાન મનાલી ખાતે 9 થી 16 વર્ષના વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો માટે રીયલ એડવેન્ચર ટ્રેકિંગ કેમ્પનું આયોજન યુથ હોસ્ટેલની બાપુનગર અમદાવાદ ખાતે આવેલી ઓફીસ થી કરવામાં આવ્યું છે. માઉન્ટ આબુ માટે અમદાવાદ થી સ્પે. લક્ઝરી બસ ની વ્યવસ્થા કરેલ છે. જયારે મનાલી માટે અમદાવાદ થી એસી / નોન એસી ટ્રેન દ્વારા દિલ્હી ત્યાર બાદ દિલ્હી થી મનાલી એસી વોલ્વો ની વ્યવસ્થા કરેલ છે. બહેનો માટે ખાસ લેડી એસ્કોર્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ભાગ લેનાર દરેકને ઇન્ટર નેશનલ સંસ્થા યુથ હોસ્ટેલ તરફથી સર્ટીફીકેટ આપવામાં આવશે. ઉપરોક્ત બંને કેમ્પમાં એક એક બેચ નું આયોજન કરેલ હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે રજીસ્ટ્રેશન 106 શાયોના આર્કેડ, દિનેશ ચેમ્બર્સ સામે, બાપુનગર, 9374639777 ખાતે શરુ કરવામાં આવેલ છે તો વહેલાસર સંપર્ક કરવા વિનંતી છે. No comments:

Post a Comment