Saturday, June 4, 2016

નેચર સ્ટડી કમ ટ્રેકિંગ કેમ્પ @ મનાલી....2016

નેચર સ્ટડી કમ ટ્રેકિંગ કેમ્પ @ મનાલી....2016
યુથ હોસ્ટેલ્સ અમદાવાદ બાપુનગર થી 21 વિદ્યાર્થી ભાઈ બહેનોએ 23 મેના રોજ આ અભિયાનની શરૂઆત અમદાવાદ થી રાજધાની એક્ષ્પ્રેસ દ્વારા દિલ્હી તરફ પ્રયાણ કરી ને આજ રોજ 3 જુન ના રોજ અમદાવાદ પરત આવી ગયા છે. આ કેમ્પમાં ટ્રેકર્સ 8 દિવસ ફુલ્લી મજા કરી છે મનાલીની વાદીઓ માં... જંગલ પહાડ નદી નાળા વગેરે પાર કરીને પહોંચ્યા અંતિમ મુકામે... દિલ્હી થી એસી વોલ્વો માં કુલ્લુ મનાલી હાઇવે પર આવેલ બેઇઝ કેમ્પ ડોભી (4500 ફૂટ ) પહોંચ્યા 25 મે ના રોજ વહેલી સવારે 7 વાગે.... બાપરે !!! ઠંડી એના બાપની!!!.... હાથ ઘસીએ તો પણ લાગે નહિ કે હાથ છે...બોલો! બેઇઝ કેમ્પ પર અમારું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું સમગ્ર કેમ્પના ફિલ્ડ ડાયરેક્ટર શ્રી સીએમ સરે....જામનગર ના વતની છગનભાઈ મોઢવાડિયા... હારબંધ તંબુઓ જોઇને બાળકોએ ચિચિયારીઓ પાડીને રીતસર દોટ લગાવી...
પ્રથમ દિવસ... રિલેક્ષ... ઓન્લી... બ્રેક ફાસ્ટ, લંચ & ડીનર...
બીજો દિવસ... મને એમ હતું કે 1600 કિમી ની મુસાફરી કરીને બાળકો થાકયા હશે મોડા ઉઠશે પણ આ શું સવારે 6.00 કલાકે કેટલા રમતા'તા ને કેટલાક ચા ની ચૂસકી લેતા હતા.... સ્થાનિક ગાઈડ સુભાષ અને અશોક સૌને નજીકમાં મોર્નિંગ વોક કરાવીને બોડી વાર્મ અપ કરવા હળવી કસરત કરાવી ને પાછા લાવ્યા ને બ્રેક ફાસ્ટ કરી ને ઉપડ્યા રેપલીંગ માટે ! બપોરે લંચ લઈને ઉપડ્યા રીવર ક્રોસિંગ માટે! સાંજે ઓર્ડર મળ્યો કે આવતી કાલે હાયર કેમ્પમાં જવા માટે થઇ જાઓ સજાગ અને કરી દો રેક્સેક પેક... એક જોડી કપડા અને પાણીની બોટલ ને લંચ બોક્ષ... 4 રાત્રી રોકાણ માટે બસ આટલું જ !  તે રાત્રે તો બાળકો સુતા સુતા વિચાર્યા જ કર્યું કે શું હશે હાયર કેમ્પમાં ? કેવી ઠંડી હશે ?
ત્રીજા દિવસની સવાર પડીને બાળકો સજ્જ થઇ ગયા હતા એક સાહસિક અભિયાન તરફ પ્રયાણ કરવા ... કેમ્પ કમ્પ્લીટ કરીને આવેલી ટીમની સાથે વિચાર ગોષ્ઠી કરી લીધી મનમાં હતા તેટલા સવાલો પૂછી લીધા... ઠંડી કેવી? ઓઢવાનું શું આપે છે? જમવામાં શું શું હતું? બરફ મળ્યો ? બરફમાં સ્લાઈડીન્ગ કરી તો કેવી મઝા આવી ? વગેરે વગેરે ... મનમાં કઈ કરવાની તમન્ના લઇ ને આવ્યા હતા પછી પીછેહઠ ક્યાં? ઉપડ્યા પેક લંચ લઇ... ડોભીથી બસમાં પતલીકુઈ પહોંચ્યા ને પછી ઉપડ્યા ટ્રેકિંગમાં.... વચ્ચે આવ્યું નગર, બધાને એમ થયું કે ખાલી નગર થોડું હોય! બાપુનગર કે ફલાણું નગર હશે પણ આતો સાચ્ચે જ ખાલી નગર અને મસ મોટ્ટું ગામ ત્યાં પેક લંચ લીધુને રોરીક આર્ટ ગેલેરીની મુલાકાત લઇ ને 6 કિમી ટ્રેકિંગ કરી  પહોંચ્યા પહેલા પડાવ પર... ખરોગી (6000 ફૂટ )..અમારું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું સમગ્ર કેમ્પના કેમ્પ લીડર  શ્રી સત્યનારાયણ એ જેઓ વિસાખાપટ્ટામથી આવ્યા હતા. બાળકોને જોઇને હર્ષના આંસુ આવી ગયા તેમની આંખોમાં.... રાત્રે કેમ્પ ફાયરમાં ફરજીયાત એક્ટીવીઝ ! જેને કંઈ પણ નથી આવડતું તેને એટલુજ કરવાનું આગળ આવવાનું અને હાથ ઉંચો કરીને મોટે થી બોલવાનું " ભારત માતા ! મુજે કુછ નહિ આતા ! "  કેમ્પ ફાયર જોઇને કેમ્પ લીડર બોલી ઉઠ્યા કે વાહ વાહ આવો કેમ્પ ફાયર કોઈએ કર્યો નથી!  સ્લીપિંગ બેગમાં સૌ ઘુસી ગયા ને વહેલી પડે સવાર !
ચોથો દિવસ... ખરોગી થી નયા ટાપરૂ...અધધ 11 કિમી ટ્રેકિંગ... કેટલાક બાળકો આવી ગયા ટેન્શનમાં કે ક્યારે પહોંચીશું નયા ટાપરૂ? પણ હસતા ખેલતા ક્યારે નયા ટાપરૂ (8200 ફૂટ ) આવી ગયું તેની કંઇજ ખબર ના પડી ! સીધા સટ ઢોળાવ.. હાંફતા હાંફતા નિરાશ થયા વગર બસ ચાલતા જ ગયા ! ઠંડી કહે મારું કામ...ન્હાવાનું તો ઠીક બ્રસ કરવાની કોઈની હિંમત ના થઇ ! સ્લીપિંગ બેગ ને માથે એક બ્લેન્કેટ તોય ઠંડી દુર થાય નહિ પણ એક બીજાને હૂફ આપીને સૌ વહેલા વહેલા સુઈ ગયા કેમ ? કે કાલે સવારે વહેલા ઉઠીને ટોપ પર પહોંચવાનું હતું  અને બરફમાં લસરપટ્ટી ખાવાના સપના હતા !
પાંચમો દિવસ... નયા ટાપરૂ થી ચન્દ્રખાની બેઇઝ કેમ્પ (10000 ફૂટ ) સુધી 7 કિમી સીધું ચઢાણ ચડીને પહોંચ્યા બરફના પીચીસ પર ! બાળકો બરફના ગોળા બનાવીને ફેક્વાં લાગ્યા એક બીજા પર પછી સાથે લાવ્યા હતા તે રેઇન સીટ નીચે મુકીને મન મુકીને કપડાની ઐસી તૈસી કરીને બસ લસર પટ્ટી ખાવા લાગ્યા બહાર નીકળવાનું કોઈ નામ ન લે... પરાણે બહાર કાઢવા પડ્યા અને નીચે નયા ટાપરૂ તરફ ઉતારવા લાગ્યા... રસ્તામાં યુથ હોસ્ટેલની કેન્ટીનમાં સૌને ચા ફ્રી ! કેટલાકે મેગી ખાધી તો વળી કેટલાકે ઓમલેટ! ઉતર્યા ત્યારે ખરે ખર ભીંસ પડી ગયા ઢાળ ઢાળ ને ઢાળ એક ઉતરવાનું ચાલુ કરો એટલે ગાડી ઉભી જ ના રહે... કેટલાય પડ્યા પણ આ પડવાની પણ મઝા હોય છે!
છઠ્ઠો દિવસ... આમતો નથાન શેરીમાં રાત રોકાઇને ને બેઇઝ કેમ્પ ડોભી પહોંચવાનું હોય છે પણ બાળકોનો ઉત્સાહ અનેરો હતો તો તેજ દિવસે ખરોગીમાં હોટ લંચ લઈને બેઇઝ કેમ્પ ડોભી પહોંચી ગયા ને બે દિવસ સાવ ફ્રી મળ્યા તો પહોંચી ગયા મનાલી ફરવા...​

No comments:

Post a Comment